હિમાચલ પ્રદેશના પુર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરભદ્રસિંહનું 87 વર્ષની વયે અવસાન
Live TV
-
સિમલા ખાતે ઇન્દિરા ગાંધી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
હિમાચલ પ્રદેશના પુર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરભદ્રસિંહનું આજે વહેલી સવારે અવસાન થયું છે. 87 વર્ષના કોંગ્રેસ નેતા લાંબા સમયથી બિમાર હતા. સિમલા ખાતે ઇન્દિરા ગાંધી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. વીરભદ્રસિંહની રાજકીય કારકિર્દી ઘણી લાંબી રહી છે. તેઓ છ વાર હિમાચલના મુખ્યમંત્રી રહી ચુક્યા હતા. તેઓ નવ વાર વિધાનસભા અને છ વાર સંસદ સભ્યપદે પણ રહી ચુક્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીરભદ્રસિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમજ પરિવાર પ્રતિ પણ સંવેદના વ્યક્ત કરી હતી.
