સુપ્રીમ કોર્ટની 75મી વર્ષગાંઠ પર પીએમ મોદીએ કહ્યું- સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય હિતને હંમેશા સર્વોપરી રાખ્યું છે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શનિવારે નવી દિલ્હીમાં જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમએ સુપ્રીમ કોર્ટની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થવા પર એક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડ્યો હતો.
સુપ્રીમ કોર્ટ દ્વારા આયોજિત કોન્ફરન્સમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે હંમેશા રાષ્ટ્રીય હિતને સર્વોપરી રાખ્યું છે. સુપ્રીમ કોર્ટના 75 વર્ષ એ માત્ર એક સંસ્થાની યાત્રા નથી, તે ભારતના બંધારણ અને બંધારણીય મૂલ્યોની યાત્રા છે.
તેમણે કહ્યું હતું કે, બંધારણના ઘડવૈયાઓ અને ન્યાયતંત્રના અનેક જ્ઞાનીઓએ આ યાત્રામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આમાં કરોડો દેશવાસીઓનું પણ યોગદાન છે જેમણે દરેક પરિસ્થિતિમાં ન્યાયતંત્રમાં પોતાનો વિશ્વાસ અડીખમ રાખ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે તેથી સુપ્રીમ કોર્ટના આ 75 વર્ષ લોકશાહી માતાનું ગૌરવ વધારે છે. તેથી આ અવસરમાં ગૌરવ અને પ્રેરણા પણ છે.
મહિલાઓ અને બાળકોની સુરક્ષા એ સમાજની ગંભીર ચિંતા છે : પીએમ મોદી
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, “આજે મહિલાઓ પર થતા અત્યાચાર, બાળકોની સુરક્ષા, સમાજની ગંભીર ચિંતા છે. દેશમાં મહિલાઓની સુરક્ષા માટે ઘણા કડક કાયદા બનાવવામાં આવ્યા છે, પરંતુ આપણે તેને વધુ સક્રિય બનાવવાની જરૂર છે. મહિલાઓ સામેના અત્યાચારના કેસોમાં જેટલી ઝડપથી નિર્ણય લેવામાં આવશે, તેટલી જ અડધી વસ્તીને સુરક્ષાની ખાતરી મળશે.
તેમણે કહ્યું, “ન્યાયમાં વિલંબને દૂર કરવા માટે છેલ્લા એક દાયકામાં ઘણા સ્તરે કામ કરવામાં આવ્યું છે. છેલ્લા 10 વર્ષમાં દેશે ન્યાયિક માળખાના વિકાસ માટે અંદાજે 8 હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા છે. "છેલ્લા 25 વર્ષમાં ન્યાયિક માળખા પર ખર્ચવામાં આવેલી રકમમાંથી 75 ટકા રકમ છેલ્લા 10 વર્ષમાં જ ખર્ચવામાં આવી છે."
પીએમ મોદીએ કહ્યું, “આપણી લોકશાહીમાં ન્યાયતંત્રને બંધારણની રક્ષક માનવામાં આવે છે. આ એક મોટી જવાબદારી છે. આપણે સંતોષ સાથે કહી શકીએ કે આપણી સર્વોચ્ચ અદાલતે અને આપણા ન્યાયતંત્રે આ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવવાનો પ્રયાસ કર્યો છે. આઝાદી પછી ન્યાયતંત્રએ ન્યાયની ભાવનાનું રક્ષણ કર્યું. જ્યારે પણ રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન આવ્યો ત્યારે ન્યાયતંત્રએ રાષ્ટ્રીય હિતને સર્વોપરી રાખીને એકતાનું રક્ષણ કર્યું.
તેમણે વધુમાં કહ્યું હતું કે, આઝાદીના સુવર્ણકાળમાં 140 કરોડ દેશવાસીઓનું એક જ સપનું છે - વિકસિત ભારત, નવું ભારત. ન્યુ ઈન્ડિયા એટલે વિચાર અને સંકલ્પ સાથેનું આધુનિક ભારત. આપણું ન્યાયતંત્ર આ વિઝનનો મજબૂત આધારસ્તંભ છે.”