અન્ન નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ અંબાજી મંદિરમાં સંધ્યાકાળની આરતીનો લીધો લાભ
Live TV
-
ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા એ ગઈકાલે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ની મુલાકાત લીધી હતી. ધર્મેન્દ્રસિંહ જાડેજા એ પોતાના પરિવાર સાથે અંબાજી મંદિરમાં સંધ્યાકાળની આરતીનો લાભ લીધો હતો.જ્યાં મંદિરના મહારાજ દ્વારા તેમને કુમકુમ તિલક કરાયુ હતું.
લોકસભા ચૂંટણી માં જંગી બહુમત મેળવ્યા બાદ ગુજરાત ભાજપમાં ખુશીનુ મોજું ફરી વળ્યુ છે. ત્યારે ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા એ ગઈકાલે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ની મુલાકાત લીધી હતી. ધર્મેન્દ્રસિંહ જાડેજા એ પોતાના પરિવાર સાથે અંબાજી મંદિરમાં સંધ્યાકાળની આરતીનો લાભ લીધો હતો.જ્યાં મંદિરના મહારાજ દ્વારા તેમને કુમકુમ તિલક કરાયુ હતું. રક્ષા પોટલી બાંધી આશીર્વાદ આપવામાં આવ્યા હતા. તેમજ મંદિરના વહીવટદાર સી.જે.ચાવડા દ્વારા મંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજાને સ્મૂર્તિ સ્વરૂપે યંત્ર ની પ્રતિકૃતિ અર્પણ કરવામાં આવી હતી જો કે તેમની સાથે પૂર્વ કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલ પણ મંદિરમાં દર્શન માટે સાથે જોડાયા હતા.