રોજગારની કચેરી અમદાવાદ દ્વારા રોજગાર ભરતી મેળો અને માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
Live TV
-
મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા રોજગાર ભરતી મેળો અને માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા રોજગાર ભરતી મેળો અને માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બે હજારથી વધુ યુવાનોને પત્રો પાઠવવામાં આવ્યા હતા. અને સાત હજારથી વધુ યુવાનોને એસએમએસથી જાણ કરવામાં આવી હતી. આ જોબફેરમાં અલગ અલગ પ્રકારના નોકરીદાતાઓએ હાજર રહી યુવાનોને સ્થળ પર જ નોકરીઓ આપી હતી. જેમાં ઇન્સ્યોરન્સ, બેન્કિંગ, ફાઈનાન્સ, માર્કેટિંગ વગેરે કેટેગરીની જગ્યાઓ પર યુવાનોએ મોટી સંખ્યામાં નોકરી સ્વીકારી હતી. આ નોકરીઓમાં ઇએસઆઈસી અને પીએફ વગેરે લાભો પણ નોકરી મેળવનાર યુવાનોને મળશે. તેમજ કૌશલ્યની જરૂરીયાત વાળા યુવાનોને સ્ટાઇપેન્ડ સાથે તાલીમ અપાશે તેમ મદદનીશ નિયામક એસ.આર. વિજયવર્ગીયએ જણાવ્યું હતું.