નવસારી પાલિકાએ 350થી વધુ મકાનોને ભયજનક ગણાવી નોટિસ ઇસ્યુ કરી
Live TV
-
નવસારીના શહેરીજનોમાં મકાનો પડવાથી લોકોને ઇજા થવાનો કે દબાઈ જવાનો ભય ઊભો થતો હોય છે. ચોમાસા દરમિયાન ખાસ કરીને દર વર્ષે આવા જૂના મકાનો ધસી પડતા હોય છે. પરિણામે લોકો ડરી જતા હોય છે.
નવસારી ઐતિહાસિક શહેર હોવાથી જૂના મકાનો મોટાપ્રમાણમાં આવેલા છે. નવસારીના શહેરીજનોમાં મકાનો પડવાથી લોકોને ઇજા થવાનો કે દબાઈ જવાનો ભય ઊભો થતો હોય છે. ચોમાસા દરમિયાન ખાસ કરીને દર વર્ષે આવા જૂના મકાનો ધસી પડતા હોય છે. પરિણામે લોકો ડરી જતા હોય છે. આવી દુર્ઘટના ન બને તે માટે નવસારી નગરપાલિકાએ 350થી વધુ મકાનોને ભયજનક જણાવી માળખું ઉતારી લેવા, ગુજરાત નગરપાલિકાના અધિનિયમ 1966ની કલમ 182 અન્વયે નોટિસો ઇસ્યુ કરવામાં આવી છે. અને જર્જરિત મકાનોના માલિકોને મકાન ઉતરાવી લેવાની ખાસ તાકીદ કરવામાં આવી છે.