Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં દિવ્યાંગ પતંગ મહોત્સવ યોજાયો, 500થી વધુ દિવ્યાંગોએ ચગાવ્યા પતંગ

Live TV

X
  • ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દિવ્યાંજનો માટે ખાસ આયોજન કરાયુ

    રાજ્યભરમાં ઇન્ટરનેશનલ પતંગ મહોત્સવ ઉજવાય છે ત્યારે અમદાવાદમાં એક પતંગ મહોત્સવ ઉજવાઈ ગયો જે સૌથી અનોખો રહ્યો. આ પતંગ મહોત્સવ માનસિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગો માટે જ ખાસ યોજાયો હતો. જેમાં ભાગ લઈને દિવ્યાંગો જ નહિ પણ તેમના વાલીઓ ખુશખુશાલ બની ગયા હતા. આ પતંગ મહોત્સવમાં ભાગ લેનાર બાળકોમાં કોઈને આંખોથી સરખું દેખાતું નહોતું તો કોઇ હાથ પગમાં ક્ષતિ વાળા અને માનસિક ક્ષતિ વાળા દિવ્યાંગ લોકોએ ભાગ લીધો હતો.અમદાવાદના ઓમકાર ફાઉન્ડેશન દ્વારા શહેરના પાલડી વિસ્તારમાં વિકલાંગજનો માટે ઉતરાયણનુ આયોજન કરાયુ.. અમદાવાદ ની આસપાસના વિસ્તારોમાંથી 500 થી વધુ દિવ્યાંગ બાળકોને એકઠા કરી ઉતરાયણના પર્વની ઉજવણી કરી.. તો દિવ્યાંગોએ પણ પતંગો ઉડાવી, ડાન્સ કરી અને વિવિધ કાર્યકર્મોમાં ભાગ લઈ પોતાની સ્કીલ બતાવી હતી... મહત્વનુ છે કે ઓમકાર ફાઉન્ડેશન દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થા છે.. જેના દ્વારા આયોજીત આ ઉતરાયણના પર્વમાં વિકલાંગોએ ભાગ લીધો અને વિકલાંગોને સંસ્થા દ્વારા યોગ્ય ઈનામોનુ પણ વિતરણ કરવામા આવ્યુ.. દિવ્યાંગો પ્રત્યે લોકોની દ્રષ્ટીમાં પરિવર્તન આવે અને સમાજમાં તેમનો આદર વધે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું. પતંગ-ફીરકી-ગેસના ભરેલા ફુગ્ગા સાથે આ પતંગ મહોત્સવમાં 3 કલાક સુધી દિવ્યાંગોએ મોજ મઝા કરીને પ્રફુલ્લિત થઇ ગયા હતા. આ બાળકોને જોઈને તેમના વાલીઓ પણ ખુશકુશાલ બની ગયા હતા.

    આ પ્રસંગે ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજીગ ટ્રસ્ટી સંત પ્રીતેશભાઈએ જણાવ્યુ હતુ કે દિવ્યાંગો એ પણ સમાજનો જ એક ભાગ છે..અને દિવ્યાંગજનોનો ઉત્સાહ વધે અને જીવનમાં વિવિધ કાર્યો કરવાની ધગશ ઉભી થાય તેવા શુભહેતુથી આ દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં અમદાવાદ સહિત સાણંદ, ધોળકા સહિત જિલ્લાના આસપાસના 500થી વધુ દિવ્યાંગોએ પતંગ ચગાવી આનંદ માણ્યો હતો..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
apply