જૂનાગઢને સ્વચ્છ શહેર બનાવવા જનજાગૃતિ રથનો પ્રારંભ
Live TV
-
ગલી-મહોલ્લો સાફ રહે તે માટે લોકોને સહકાર આપવા કરી અપીલ
જૂનાગઢ મહાનગર પાલિકા સ્વચ્છતા સર્વેક્ષણ 2019 માં સારો ગ્રેડ પ્રાપ્ત કરે તેવા આશયથી મહાનગરપાલિકા ના મેયર તથા કમિશનર દ્વારા સ્વચ્છ અને સ્વસ્થ શહેર બનાવવા માટે જનજાગૃતિ રથ નું લીલી ઝંડી બતાવીને પ્રારંભ કરાવ્યો હતો આ રથ જૂનાગઢ ના 20 વોર્ડ માં ફરીને સતત સ્વચ્છતા ની માહિતી ઓડીઓ અને વિડિઓ માર્ગદર્શન આપશે સાથે લોકોને સૂકા અને ભીના કચરાને કઇરીતે નિકાલ કરવો કે જેથી ગલી મહોલ્લો સાફ રહે કમિશનર પ્રકાશ સોલંકીએ આગામી સમયે જૂનાગઢ ને સ્વચ્છતા ના મુકાબલે અગ્રીમતા અપાવવા લોકોને સહકાર અને અપીલ કરી હતી તેમજ યુવાનોને એપ્પ ના માધ્યમ થી સ્વચ્છતામાં જોડાવા અનુરોધ કર્યો હતો