ડાંગમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયો વાલીદિન
Live TV
-
ડાંગની સંસ્કૃતિને ઉજાગર કરતા ડાંગી નૃત્યો તેમજ વ્યસન મુક્તિ અને વન બચાવોની થીમ પર નાટકો રજૂ કરાયા
ડાંગ જિલ્લા ના આહવા ખાતે આવેલ દીપદર્શન શાળા માં ડાંગ કલેકટર બી કે કુમાર ના અધ્યક્ષ સ્થાને ' વાલીદિન' યોજાયો હતો રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમ સાથે વિદ્યાર્થીઓ એ વ્યશનમુક્તિ અને વન બચાવો ની થીમ પર નાટક રજૂ કર્યા હતા જ્યારે ડાંગી સઁસ્ક્રુતી ને ઉજાગર કરતા ડાંગી ન્રુત્ય રજૂ કર્યા હતા. ડાંગ જિલ્લાના કલેકટર બી કે કુમાર દ્વારા વાલીઓ ને નાના બાળકો મોબાઇલ થી દૂર રહે અનેટેકનોલોજી ના યુગ માં મોબાઇલ નો યોગ્ય ઉપયોગ તેમજ તેના દુષ્પરિણામો વિશે માહિતી આપી હતી.ડાંગ ધારા સભ્ય મંગળભાઈ ગાવીત દ્વારા ધારાસભ્ય ના ફંડ માંથી 5 લાખ નું અનુદાન દીપ દર્શન શાળા ને આપવાની જાહેરાત કરી હતી.આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી એમ સી ભૂસારા , નાયબ વન સંરક્ષક અગ્નીશ્વરવ્યાસ , દીપ દર્શન શાળા ના શિક્ષકો ઉનાઈ તેમજ સુબીર , પીમ્પ્રી , સાપુતારા થી આવેલ ફાધર સિસ્ટર અને બહોળી સંખ્યા માં વાલીઓ હાજર રહ્યા હતા.