જીતુભાઈ વાઘાણી દ્વારા ગરીબ બાળકોને પતંગનું વિતરણ
Live TV
-
ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે માર્કેટમાં પતંગ અને દોરી વેચાવા લાગ્યા છે. જો કે કેટલાક બાળકો એવા પણ હોય છે, જેઓ ગરીબીના કારણે પતંગોત્સવથી વંચિત રહી જાય છે.
એવામાં ભાવનગરના ધારાસભ્ય અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી દ્વારા સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં સામાન્ય અને ગરીબ વિદ્યાર્થીઓને પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતું.
લગભગ એક લાખ પાંચ હજારથી વધુ પતંગોનું વિતરણ કરવાની સાથે સાથે દરેક બાળકને બિસ્કીટના પેકેટ પણ આપવામાં આવ્યા હતા અને બાળકોને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવવા જીતુભાઈએ જણાવ્યું હતું.