વલસાડની જે.પી.આર્ટસ કોલેજને ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન
Live TV
-
સૂર્ય શક્તિનો પૂરતો ઉપયોગ કરવો જોઈએ. આ મધ્યવર્તી વિચાર સાથે વલસાડની જે.પી.આર્ટસ કોલેજને ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. કોલેજના 1060 વિદ્યાર્થીઓએ લાઇટ બલ્બની હ્યુમન ઇમેજ રચી હતી અને સૂર્ય શક્તિનો ઉપયોગ કરવાનો સંદેશ આપ્યો હતો. સાથે જ અન્ય 1060 વિદ્યાર્થીઓ દ્વારા કેપ્સૂલનો આકાર બનાવીને દવાનો ઉપયોગ વિવેક પૂર્વક કરવાનો તેમજ યૂઝ ડ્રગ સેન્સિબલી એટલે કે ડોક્ટરી સલાહ સાથે દવા લેવાનો સંદેશ આપ્યો હતો. જેના માટે કોલેજને ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું હતુ. અગાઉ પણ આ કોલેજને બે વાર ગિનિસ રેકોર્ડમાં સ્થાન મેળવવાનું સન્માન પ્રાપ્ત થયેલું છે.