અમદાવાદીઓને ટૂંકમાં મળશે મેટ્રોની સફર, મેટ્રો ટ્રેનના પ્રથમ ત્રણ કોચ અમદાવાદ પહોંચ્યા
Live TV
-
અમદાવાદ મેટ્રો પ્રથમ ફેસમાં વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી 6.5 કિમીના એલિવેટેડ રુટ પર શરૂ થશે
મેટ્રો ટ્રેનની અમદાવાદીઓ સહિત ગુજરાતભરના લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે મેટ્રો ટ્રેનના પ્રથમ ત્રણ કોચ અમદાવાદ ખાતે આવી ગયા છે.નૂતન વર્ષના પ્રથમ દિવસે જ મેટ્રો રેલ પ્રોજેક્ટની પ્રથમ ટ્રેનનું એસેમ્બલીંગ એપરલ પાર્ક ખોખરા ડેપો ખાતે શરુ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટની સૌ પ્રથમ ટ્રેનના ત્રણ કોચ સાઉથ કોરિયાથી દરીયાઈ માર્ગે ગુજરાતના મુન્દ્રા બંદરે 29 ડિસેમ્બરે આવી પહોંચ્યા હતા. જે અમદાવાદ લાવવામાં આવ્યા છે. અમદાવાદ મેટ્રો પ્રથમ ફેસમાં વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી 6.5 કિમીના એલિવેટેડ રુટ પર શરૂ થશે. પ્રથમ ત્રણ કોચની એક ટ્રેન દોડાવવામાં આવશે.