બિનઅનામત વર્ગ માટે રાજ્ય સરકારની ભેટ, વિદેશ અભ્યાસ માટે મળશે લોન
Live TV
-
આવકમર્યાદા ત્રણ લાખથી વધારી 4.50 લાખ કરવામાં આવી
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે ,કે રાજ્યના શિક્ષિત યુવાનોને, ઉચ્ચ શિક્ષમ માટે ,આર્થિક રીતે સહાય કરવા માટે ,રાજ્ય સરકારે બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની ,રચના કરી છે. જે હેઠળ ,વિવિધ યોજનાઓ કાર્યાન્વિત કરાઈ છે ,જે હેઠળ, સહાય મેળવવા ,વાર્ષિક આવક ,3 લાખ રૂપિયા હતી ,તે વધારીને ,4.50 લાખ કરાઈ છે. તે જ રીતે, ઉચ્ચ અભ્યાસ માટે ,વિદેશ જવા માટે ,સાદા વ્યાજની ,રૂપિયા 15 લાખની લોન અપાય છે, તે માટેની આવક મર્યાદા પણ ,રૂપિયા 4.50 લાખથી વધારીને ,રૂપિયા 6 લાખ કરાઈ છે. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું, કે, બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ અંતર્ગત, જે યોજનાઓ અમલમાં છે. ,જેમાં વિદ્યાર્થીઓને શિક્ષણ, રોજગારી, વિદેશ અભ્યાસ અને સ્વરોજગારી માટે ,લાભો પૂરા પાડવામાં આવી રહ્યાં છે.તો નિગમ દ્વારા, લાભાર્થી માટે કુટુંબની વાર્ષિક આવક ,રૂપિયા 3 લાખ ઠરાવાઈ હતી. તે હવે 4.50 લાખ રૂપિયા કરાઈ છે. વધુમાં નીતિનભાઈ પટેલે ઉમેર્યું હતું કે, રાજય બહારની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પણ ,ગુજરાતનો યુવાન ,પ્રવેશ મેળવશે ,તો તેને પણ, આ નિગમ દ્વારા ,લોનનો લાભ પૂરો પાડવામાં આવશે