અમદાવાદમાં ONGC ખાતે મેરેથોન અને વોકાથોનનું આયોજન
Live TV
-
સ્વચ્છતા હી સેવા'ના થીમથી યોજાયેલી મેરેથોનમાં સ્વચ્છતાનો સંદેશ અપાયો
CISF પોતાની ગોલ્ડન જ્યુબિલી વર્ષ મનાવી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં ONGC ખાતે મેરેથોન અને વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું CISF, SRPF, BSF તેમજ સ્કૂલોના બાળકો અને લોકોએ 10 કિલોમીટર અને 5 કિલોમીટરની મેરેથોનમાં ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં લોકોએ સવારે મેદાનમાં જુમ્બા ડાન્સની મજા માણી હતી. ત્યારબાદ ONGCના એસેટ મેનેજર દેબાશિષ બાસુ અને CISFના સિનિયર કમાન્ડર નીતિ મિત્તલે મેરેથોનનો પ્રારંભ કરાવ્યો હતો. આ મેરાથોન દોડમાં સી.એસ. કુસા વિજેતા રહ્યા હતા. તેમણે આ દોડ 35 મીનીટ અને સાત સેકન્ડમાં પુરી કરી હતી. જ્યારે મહિલા વર્ગમાં પ્રજ્ઞા મોહને 40 મીનીટમાં આ રેસ પુરી કરી હતી. જ્યારે વોકાથોનમાં 5 કિલોમીટરની રેસ શંકર ઠાકુરે 16 મીનટ 17 સેકન્ડ અને હિરલ વાઘેલાએ 30 મીનીટમાં રેસ પૂરી કરી હતી. વિજેતાઓને ONGC એસેટ મેનેજર દેબાશિષ બાસુ પોસ્ટમાસ્ટર જનરલ, રાજેન્દ્રપ્રસાદ ગુપ્તાના તેમજ દુરદર્શનના ન્યૂઝ ડાયરેક્ટર ધર્મેન્દ્ર તિવારીના હસ્તે વિજેતાઓને રોકડ પુરસ્કાર તેમજ મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. 'સ્વચ્છતા હી સેવા'ના થીમથી યોજાયેલી મેરેથોનમાં સ્વચ્છતાનો સંદેશ અપાયો હતો. આ પ્રસંગે CISFના સિનિયર કમાન્ડર નીતિ મિત્તલે જણાવ્યું હતું કે આ મેરેથોનનો ધ્યેય વધુમાં વધુ લોકો પોતાની હેલ્થ અને સ્વચ્છતા પ્રત્યે જાગૃત થાય તેવો હતો.