અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયુથોન-મેરેથોન યોજાઈ
Live TV
-
આયુષ ઇન્ડીયા એક્ષપો-2018નું આજે સવારે સમગ્ર દેશમાં પ્રથમ એવી આયુર્વેદના પ્રચાર માટેની આયુથોનનું આયોજન કરવામાં આવ્યું
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયુષ મંત્રાલય, ભારત સરકાર અને આયુષ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો, જેમાં આયુષ ઇન્ડીયા એક્ષપો-2018નું આજે સવારે સમગ્ર દેશમાં પ્રથમ એવી આયુર્વેદના પ્રચાર માટેની આયુથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ આયુથોનનો મુખ્ય હેતુ લોકોમાં આયુર્વેદ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. આ આયુથોન - મેરેથોનમાં 16 વર્ષના યુવાનથી લઇને 68 વર્ષના વૃધ્ધ સુધી ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સાથે જ આયુર્વેદના વ્યવસાય સાથે સંકળાયેલ વૈદ્યરજોએ પણ આયુથોનમાં ઉપસ્થિત રહીને લોકોને તંદુરસ્ત રહેવા માટેનું માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
સમગ્ર દેશમાં પ્રથમ એવી આયુર્વેદના પ્રચાર માટેની આયુથોનનું આજે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આયુષ મંત્રાલય, ભારત સરકાર અને આયુષ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આયુથોનનો મુખ્ય હેતુ લોકોમાં આયુર્વેદ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. આ આયુથોન - મેરેથોનમાં યુવાનોથી લઇને વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા. સાથે જ આયુર્વેદના વ્યવસાય સાથે સંકળાયેલ વૈદ્યરજોએ પણ આયુથોનમાં ઉપસ્થિત રહીને લોકોને તંદુરસ્ત રહેવા માટેનું માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
દરમિયાન અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી વૈકલ્પિક ચિક્ત્સા પદ્ધત્તિઓને વૈજ્ઞાનિક ઢબે રજુ કરતું પ્રદર્શન યોજાયું હતું. આજે આ પ્રદર્શનના પૂર્ણાહુતિ સમારંભમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ સમગ્ર પ્રદર્શન નિહાળ્યું હતું. આ મુલાકાત દરમ્યાન ગુજરાત આયુર્વેદ બોર્ડના ચેરમેન હસમુખ સોની, આયુષ વિભાગ ગુજરાતના નિયામક ડી એલ પંડ્યા પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા. નિતીન ભાઇ પટેલે જણાવ્યું હતું કે નાના અને મધ્યમ વર્ગના લોકોને સસ્તી સારવાર પધ્ધતિનો લાભ મળી રહે અને તે પદ્ધતિથી માહિતગાર થાય તેવા હેતુસરના સરકારના પ્રયાસને બહોળો પ્રતિસાદ મળ્યો છે.