સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને પ્રવાસીઓ માટે સુવિધા ઉભી કરવા એર ટ્રીપ બનાવવામાં આવશે
Live TV
-
વાસીઓને કોઈ અગવડના પડે તે માટે ફોર લેન રસ્તાથી કેવડિયાને જોડવામાં આવ્યું છે તેમજ રેલવે લાઈન બનાવવા સર્વે કરવામાં આવ્યો
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આગામી 31 મી ઓક્ટોબરના રોજ લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. અહીંયા પ્રવાસીઓને કોઈ અગવડના પડે તે માટે ફોર લેન રસ્તાથી કેવડિયાને જોડવામાં આવ્યું છે તેમજ રેલવે લાઈન બનાવવા સર્વે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હવાઈ મુસાફરી કરીને આવતા પ્રવાસીઓ માટે જિલ્લામાં એર ટ્રીપ વિકસાવવામાં આવશે. જેથી રાજ્ય નાગરિક ઉડ્ડયન મંત્રાલયની સિવિલ વિભાગની ટીમે રાજપીપડા ખાતે જગ્યા માટે જરૂરી બેઠક પ્રભારી સચિવ સાથે કરીને જગ્યાનું નિરીક્ષણ પણ કર્યું હતું. આ બાબતે પ્રવાસન વિભાગના પ્રભારી સચિવ જે.એચ.હૈદરે જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને પ્રવાસીઓ માટે સુવિધા ઉભી કરવા એર ટ્રીપ બનાવવામાં આવશે. તેમજ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમ પર પ્રવાસીઓને પુરતુ માર્ગદર્શન મળી રહે તે માટે ભરતી થનાર ગાઇડની સાથે પણ સીધો સંવાદ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો.