ડાકોરમાં ગજરાજ પર વિરાજીત કરી શ્રીજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી
Live TV
-
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતેથી ગજરાજ પર વિરાજીત કરી શ્રીજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતેથી ગજરાજ પર વિરાજીત કરી શ્રીજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સંસ્કૃતિ અને પરંપરા મુજબ દશેરાથી સોનાના બાણ, ઢાલ જેવા શસ્ત્રોની પૂજા પછી શ્રીજી મહારાજને આ શસ્ત્રો ધારણ કરાવી રામ અવતાર સાથે મોડી સાંજે નિજ મંદિરથી શોભાયાત્રા કાઢવામાં આવે આવી હતી. જેમાં ભજનોની રમઝટ વચ્ચે ઢોલ નગારા સાથે સવારી નીકળી હતી. જે કોર્ટ રોડ પર થઈ મોતીબાગ પહોંચી હતી.જ્યાં સમડાના વૃક્ષ નીચે ભગવાને રક્ષા છોડી હતી. અને સવારી પરંપરા અનુસાર ગૌ શાળા, લાલબાગ થઈ ત્રીજે દિવસે રાત્રે લક્ષ્મીજીના મંદિરે પહોંચી હતી. જ્યાં દર્શન પછી ભગવાન નીજ મંદિર પરત પહોંચ્યા હતા.