ગીરનારના જંગલમાં યોજાતી લીલી પરીક્રમાનાં આયોજનાર્થે જૂનાગઢ ખાતે બેઠક યોજાઈ
Live TV
-
જૂનાગઢમાં આવેલ પવિત્ર પર્વત એવા ગીરનારના જંગલમાં યોજાતી લીલી પરીક્રમાનાં આયોજનાર્થે જૂનાગઢ ખાતે બેઠક યોજાઈ
જૂનાગઢમાં આવેલ પવિત્ર પર્વત એવા ગીરનારના જંગલમાં યોજાતી લીલી પરીક્રમાનાં આયોજનાર્થે જૂનાગઢ ખાતે બેઠક યોજાઈ હતી. કારતક માસની અગિયારસ એટલે કે 19 નવેમ્બર 2018ના રોજથી શરુ થનાર પરિક્રમામાં દુનિયાભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગીરનાર આવે છે અને ગીરનારના જંગલમાં 42 કિલોમીટર પગપાળા પરિક્રમા કરે છે ત્યારે પ્રશાસન અને સાધુ સંતોની હાજરીમાં આયોજન માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. લીલી પરીક્રમામાં લાખો ભાવીકોની યાત્રા વિના વિઘ્ને સંપન્ન થાય અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે વિવિધ બાબતો પર અગ્રણીઓ, સાધુ સંતો અને સ્વયંસેવી સંસ્થાઓનાં આગેવાનો સાથે જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીની અધ્યક્ષતામાં ચર્ચા સમીક્ષા બેઠક યોજાઈ હતી.