આજે વર્લ્ડ મિલ્ક ડે , દૂધ ઉત્પાદનમાં ગુજરાતની હરણફાળ
Live TV
-
જોકે કચ્છ જિલ્લામાં ચાલુ સિઝનમાં દૂધ ઉત્પાદન 2 લાખ લીટર જેટલો ઘટાડો થતા તેની સીધી અસર પશુપાલકોને પહોંચી
આજે વર્લ્ડ મિલ્ક ડે છે. ગુજરાત અને દેશનો ડેરી ઉદ્યોગ દૂધ ઉત્પાદકો પર નભે છે. પાછલા વર્ષોમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતે શ્રેત ક્રાંતિ કરી છે. પરંતુ હાલ અછતની સ્થિતિના પગલે રાજ્યના મહત્વના દૂધ ઉત્પાદક એવા કચ્છ જિલ્લામાં ચાલુ સિઝનમાં દૂધ ઉત્પાદન2 લાખ લીટર જેટલો ઘટાડો થતા તેની સીધી અસર પશુપાલકોને પહોંચી છે. પશુપાલકોને રૃપિયા 1 કરોડ થી વધુ નો આર્થિક નો ફટકો પડી રહ્યો છે.પશુપાલકો પોતાના પશુઓ લઈ ને ચરિયાણ વિસ્તારો માં હિજરત કરી જતા રહેતા કચ્છ નું દૂધ ઉત્પાદન ઘટ્યું છે. કચ્છમાં મુખ્ય દૂધાળા પશુઓ પૈકી ૩.૮૮ લાખ ગાય અને ર.રપ લાખ ભેંસ છે. જેમાંથી દૂધ આપતા હોય તેવા પશુઓની સંખ્યા ખુબ ઓછી થઈ ગઈ છે. દૂધ ઉત્પાદન ઘટવાનું મુખ્ય કારણ અછતને લીધે માલધારીઓ દ્વારા પશુઓ સાથે અન્ય રાજ્યો અને જિલ્લામાં થતી હિજરત છે. કચ્છનું અભિન્ન અંગ એવા પશુપાલકો ફક્ત ચારા અને પાણીની સમસ્યાથી જ નથી પીડાતા, પરંતુ હવે દૂધ ઉત્પાદનમાં ઘટાડો થતા આર્થિક રીતે પણ માલાધારીઓ ભાંગવા માંડયા છે.