વડોદરા - રાજપૂત યુવા એસો. દ્વારા પ્રથમવાર તલવારબાજી સ્પર્ધા યોજાઈ
Live TV
-
ગુજરાતભરમાંથી ,20 ટીમોએ ભાગ લીધો
રાજપૂત તેમજ ક્ષત્રિય સમાજના અવિભાજ્ય અંગ ,એવી તલવાર આધુનિક જમાનામાં ,વિસરાઈ રહી છે ,ત્યારે વડોદરા રાજપૂત યુવા એસોસિયેશન દ્વારા ,ગુજરાતમાં પ્રથમ વખત તલવારબાજી સ્પર્ધાનું ,આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતભરમાંથી ,20 ટીમોએ ,ભાગ લીધો. વસોસરના જીતેન્દ્રસિંહ વાઘેલા ,તેમજ તેમના પત્ની નિસર્ગકુંવરબા જાડેજા ,તલવારબાજીની તાલીમ આપી રહ્યા છે. 200 જેટલાં બાળકો ,યુવાનો અને યુવતીઓએ ,પરંપરાગત વસ્ત્રો અને સાફામાં ,અને હાથમાં ચમકતી તલવાર લઈને ,તલવારબાજીના વિવિધ સામૂહિક અને વ્યક્તિગત કરતબો દર્શાવ્યા હતા. આ સ્પર્ધામાં, પ્રથમ સ્થાને ,કચ્છની તુંડા તોડા વિરાંગના ગ્રૂપની યુવતીઓ ,આવી હતી.બીજા ક્રમે ,ભરૂચની રાજપુતાના રોઅર્સના યુવાનો ,આવ્યા હતા, જ્યારે ત્રીજા ક્રમે ,રાજકોટની ભગિની સેવા ફાઉન્ડેશન લેડીઝ કલબની યુવતીઓ ,આવી હતી.