આધુનિક ભારત અને પુનઃનિર્માણના જનક એવા રાજા રામમોહન રાયની 246મી જન્મજયંતિ
Live TV
-
સમાજ સુધારણા માટે વ્યાપક આંદોલન ચલાવ્યુ
આધુનિક ભારત અને પુનઃનિર્માણના જનક એવા રાજા રામમોહન રાયની 246મી જન્મજયંતિ છે..ત્યારે ગુગલે પણ રાજા રામમોહનનું અનોખુ ડૂડલ બનાવી શ્રદ્ધાંજલિ પાઠવી છે..સમાજ સુધારક એવા રાજા રામમોહન રાયે 19મી સદીમાં સમાજ સુધારણા માટે વ્યાપક આંદોલન ચલાવ્યુ હતુ..જેમાં સતી પ્રથા નાબૂદી સૌથી ચર્ચામાં હતુ..22 મે 1772ના રોજ પશ્ચિમ બંગાળના હુગલીમાં જન્મેલા રામમોહન રાય મૂર્તિપૂજાના પણ વિરોધી હતી.તેમનું માનવુ હતુ કે ઈશ્વરની આરાધના માટે કોઈ ખાસ પદ્ધતિ કે નિયત સમય ન હોઈ શકે..તેમણે સામાજિક કુરિવાજો જેવા કે બાળ વિવાહ, જાતિવાદ, બહુવિવાહ, શિશુ હત્યા અને શિક્ષાના અભાવની સ્થિતિને દૂર કરવા અભિયાન ચલાવી મહદઅંશે સફળતા મેળવી હતી..