ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં ડાંગ જીલ્લાનું નામ નોંધાયુ
Live TV
-
ડાંગ જિલ્લાનાં આહવા ખાતે દીપદર્શન માધ્યમિક શાળામાં 76 જેટલી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના 8.053 વિદ્યાર્થીઓએ કુલ 18 લાખ 21 હજાર વખત બેટી બચાવો , બેટી પઢાવો નું સૂત્ર લખીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું હતું. જીલ્લા કલેકટર બી.કે.કુમારની ઉપસ્થિતિમાં યોજાયેલ આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં બાળકોએ ફકત 40 મિનિટમાં જ આ વિક્રમ નોંધાવ્યો હતો. મહત્વું છે કે, સમાજમાં દીકરીઓના મહત્વ અંગે જાગૃતિ કેળવવાં જીલ્લાની તમામ શઆળાઓમાં 9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓએ બેટી બચાવો, બેટી પઢાવો નું સૂત્ર લખ્યું હતું. જેથી વિદ્યાર્થીઓના માનસપટ પર આ વિચાર વર્ષો સુધી જળવાઈ રહે.