બાળકોને સાયબર ક્રાઇમ અંગે માહિતી અને સમજણ આપવાના કાર્યક્રમનું કરાયું આયોજન
Live TV
-
દમણ અને દીવના સોશિયલ વેલ્ફેર ડીપાર્ટમેન્ટ, ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટી તેમજ જીલ્લા બાળસુરક્ષા એકમ દ્વારા જવાહર નવોદય વિદ્યાલય ખાતે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ-૨૦૦૦ કાર્યક્રમ યોજાયો
દમણ અને દીવના સોશિયલ વેલ્ફેર ડીપાર્ટમેન્ટ, ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટી તેમજ જીલ્લા બાળસુરક્ષા એકમ દ્વારા જવાહર નવોદય વિદ્યાલય ખાતે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ-૨૦૦૦ અંતર્ગત બાળકો પર થતા સાયબર ક્રાઇમ વિરુદ્ધ રક્ષણ મેળવવાના સંદર્ભમાં માહિતી અને સમજણ આપવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે દમણ અને દીવના સમાજ કલ્યાણ વિભાગના સચિવ સંદીપકુમાર સિંઘ, કલેક્ટર હેમંતકુમાર, સમાજ કલ્યાણ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી હરમિંદર સિંઘ, મામલતદાર સી.ડી. વાજાએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટીના પ્રોગ્રામ મેનેજર સંજીવ પંડ્યાએ જણાવ્યું કે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોને સાયબર ક્રાઇમના ગુના અને તેની સામે રક્ષણ મેળવવાને લગતી માહિતી અને સમજણ આપવાનો છે. આ અંગે પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન અને વીડિયો દ્વારા માહિતી આપવામાં આવી હતી.