સુરેન્દ્રનગરઃ નેશનલ યોગ ચેમ્પિયનશીપનું સમાપન, વિજેતાઓને ટ્રોફી અપાઈ
Live TV
-
સુરેન્દ્રનગરના રાજરાજેશ્વરી ધામ ખાતે યોગા કલ્ચરલ એસોશિયેશન ઓફ ગુજરાત તેમજ ઇન્ડિયન ફેડરેશન ઓફ યોગાના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય નેશનલ યોગ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું હતું.
કાર્યક્રમના સમાપન સમારોહમાં ઉપસ્થિત શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે યોગ માત્ર ભારતની જ નહીં, પણ એક વૈશ્વિક વિરાસત છે. આજે સમગ્ર વિશ્વે યોગનો સ્વીકાર કર્યો છે. યોગ રોગોને દૂર કરીને શરીરને સંતુલિત રાખે છે.
23થી 25 નવેમ્બર સુધી યોજાયેલી આ સ્પર્ધામાં 16 રાજ્યોના 350 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં મિસ્ટર યોગી ઓફ ઇન્ડિયા તરીકે જૂનાગઢના શાહનવાઝ વાજા, જ્યારે મિસ યોગી તરીકે ભાવનગરની લક્ષ્મી યાદવ વિજેતા થઈ હતી. સ્પર્ધાના અન્ય વિજેતાઓને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરાયાં હતાં.