હાલોલના યુવાને પુલ અપ્સ કરવામાં નોંધાવ્યો વિશ્વ વિક્રમ
Live TV
-
હાલોલના યુવાનને પુલ અપ્સનો વિશ્વ રેકર્ડ તોડવામાં સફળતા મળી છે. હાલોલના એથલેટ શ્રેયન દરજીએ જિમ્નેશિયમ ખાતે ગિનીસ બુકના અધિકારીઓ અને નગરજનોની હાજરીમાં પુલઅપ્સનો વિશ્વ વિક્રમ તોડ્યો હતો.
ફ્લોરિડાના યુવાનના જૂના રેકર્ડ કરતાં વધુ આઠ પુલઅપ્સ કરીને શ્રેયન દરજીએ વિશ્વ વિક્રમ તોડી નાખ્યો હતો. અગાઉ ફ્લોરિડાના એડમર્સ નામના યુવાન એક મિનિટમાં પંચાવન પુલઅપ્સનો રેકર્ડ ધરાવતા હતા પરંતુ શ્રેયને એક મિનિટમાં 63 પુલઅપ્સ કરીને જૂનો વિશ્વવિક્રમ તોડી નાખ્યો હતો.