પર્યાવરણ અને ગૌ વંશની રક્ષા માટે તેર જિલ્લાઓમાં સાયકલ યાત્રા કરી
Live TV
-
ભાવનગર થી 8 હજાર કી.મી અંતર કાપવાની નેમ સાથે નીકળેલા ત્રણ યુવાનો સંદીપ દાન ગઢવી, મયુર પટેલ, વિશાલ ચુડાસમા ગઈકાલે મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે આવી પહોંચ્યા હતા. તેઓ અત્યાર સુધીમાં તેર જિલ્લાઓમાં સાયકલ યાત્રા કરી ચુક્યા છે. અને આગામી સમયમાં રાજ્યના ૩૩ જિલ્લાઓમાં સાયકલ યાત્રા પૂર્ણ કરશે. અને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચશે. તેમની આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે પર્યાવરણ અને ગૌ વંશની રક્ષા થાય. ઉપરાંત ગૌચર જમીન પર થયેલા દબાણો દૂર થાય, રસાયણિક ખતરોની જેમ દેશી છાણીયું ખાતર પણ રાહતદરે ખેડૂતોને મળે.