પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે ચાલી રહેલા કાર્તિકી પૂનમના મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
Live TV
-
લોકોના ધસારાના પગલે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિવિધ સાંસ્કૃતિક આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સૌરાષ્ટ્રની ભાતિગળ સંસ્કૃતિને વિવિધ કલાકારો દ્વારા રજૂ કરવામાં આવી રહી છે.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે ચાલી રહેલા કાર્તિકી પૂનમના મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.લોકોના ધસારાના પગલે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિવિધ સાંસ્કૃતિક આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સૌરાષ્ટ્રની ભાતિગળ સંસ્કૃતિને વિવિધ કલાકારો દ્વારા રજૂ કરવામાં આવી રહી છે.વર્ષ 1955થી શરૂ થયેલા આ મેળામાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો મજા માણે છે.15 એકર જેટલી જમીન પર ફેલાયેલા આ મેળામાં બાળકો માટે મનોરંજન સાથે શિક્ષણ મળી રહે તે હેતુથી વિવિધ રાઈડ્સ, ચકડોળ અહીં જોવા મળી રહ્યા છે.આ મેળામાં રાજકોટ મધ્યસ્થ જેલ અને અમદાવાદ સાબરમતી જેલના ભજિયાનો સ્ટોલ લગાવાયો છે.જેલના કેદીઓ દ્વારા આ ભજિયાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.આ જેલના ભજિયાના સ્ટોલની ખાસિયત એ છે કે જે પણ આવક થાય તે કેદીઓના કલ્યાણ અને વિકાસ માટે ઉપયોગમાં લેવાય છે.