ઉકાઈ ડેમમાં સિંચાઈ માટે પાણી આપવાનું શરુ કરાતાં ખેડૂતોમાં આનંદ ફેલાયો
Live TV
-
વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી ત્યારે ડેમ સંલગ્ન વિસ્તારમાં સિંચાઈ માટે પાણીની માંગ ઉઠતા આ સીઝનમાં પહેલીવાર પાણી આપવાનું સત્તાધીશો દ્વારા શરુ કરાતાં ખેડૂતોમાં આનંદ ફેલાયો છે.
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમા ઉકાઈ ડેમમાં હાલ પાણીનો જથ્થો 43 ટકાની આસપાસ છે ડેમના કેચમેન્ટ વિસ્તારમાં લાંબો સમય વરસાદે વિરામ લીધા બાદ છેલ્લા બે દિવસથી વરસતા વરસાદથી ડેમની સપાટીમાં એકથી દોઢ ફૂટનો વધારો નોંધાયો છે જેને પગલે ડેમની સપાટી 318.90 ફૂટ પર પહોંચી હતી. જયારે ડેમ તેની ભયજનક સપાટીથી હજુ 26 ફૂટ દૂર છે. વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી ત્યારે ડેમ સંલગ્ન વિસ્તારમાં સિંચાઈ માટે પાણીની માંગ ઉઠતા આ સીઝનમાં પહેલીવાર પાણી આપવાનું સત્તાધીશો દ્વારા શરુ કરાતાં ખેડૂતોમાં આનંદ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે ઉકાઈ ડેમમાં છેલ્લા પાંચ વર્ષથી ઘટતા જતા પાણીના સ્ટોકથી સામાન્ય લોકો સાથે સરકાર માટે પણ ચિંતાનો વિષય રહ્યો છે. લોકોને આખું વર્ષ પીવાના પાણીની જરૂરિયાત સંતોષવાની સાથે સિંચાઈ માટે પાણી પૂરું પાડવુંએ પડકારજનક બાબત છે ત્યારે હાલતો પીવાના પાણીની સાથે સિંચાઈ માટે પાણી શરુ કરાયું છે જે પાણી ખેડૂતોને તબક્કાવાર મળે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે.