સંતરામપુરની આગવી ઓળખ એટલે રવાડીનો મેળો, સંસ્કૃતિ અને ધર્મનો અનેરો સમન્વય
Live TV
-
દિગંબર જૈન પર્યુષણ પર્વ નિમિત્તે વર્ષોથી રવાડીના મેળાનું આયોજન થાય છે.
મહીસાગર જિલ્લાના સંતરામપુરની આગવી ઓળખ એટલે રવાડીનો મેળો. જેમાં સંસ્કૃતિ અને ધર્મનો અનેરો સમન્વય જોવા મળે છે. દિગંબર જૈન પર્યુષણ પર્વ નિમિત્તે વર્ષોથી રવાડીના મેળાનું આયોજન થાય છે. બહોળી જનમેદનીની ઉપસ્થિતિમાં કેન્દ્રીય આદિજાતિ રાજ્યમંત્રી જસવંતસિંહ ભાભોરના હસ્તે મેળાનો પ્રારંભ કરાયો હતો. આ તકે પરંપરાગત આદિવાસી લોકનૃત્ય દ્વારા સ્થાનિક સંસ્કૃતિની ઝાંખી સહિતના રંગારંગ કાર્યક્રમો પણ યોજાયા હતા.
દિગંબર જૈન સમાજ દર વર્ષે ભાદરવા સુદ પાંચમથી ચૌદસ સુધી પર્યુષણ પર્વની ઉજવણી કરે છે. પૂનમના દિવસે નાની રવાડી તથા એકમ અને બીજ રવાડી એટલે કે લાકડાના અને ચાંદીના રથમાં શ્રીજીને બેસાડીને શોભાયાત્રા યોજાય છે. જૈન સમાજના લોકો દાંડિયારાસ રમે છે. દિવસ-રાત આ રથયાત્રા ફરે છે અને બીજના દિવસે શ્રીજીને મંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે.