કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનો શુભારંભ કરાવ્યો
Live TV
-
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ્યમાન ભારત અંતર્ગત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનો શુભારંભ કરાવ્યો
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આજે ખેડા જિલ્લાના વસો તાલુકાના પલાણા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ્યમાન ભારત અંતર્ગત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે લોકોને આયુષ્યમાન ભારત અંતર્ગત મળતી સુવિધાઓથી માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આયુષ્યમાન ભારત જેવો ઐતિહાસિક નિર્ણય દેશના ગરીબ અને સામાન્ય વર્ગના નાગરિકો માટે લીધો છે. તેમણે પ્રધાનમંત્રીના નેતૃત્વને સમગ્ર દેશ અને ખાસ કરીને ગુજરાત માટે ગૌરવરૂપ ગણાવ્યું હતુ.