AMA ખાતે ફિલ્મ પ્રોડક્શન મેનેજમેન્ટ દ્વારા જુદાં-જુદાં કોર્ષ તથા સ્ટુડિયોનું ઉદ્દઘાટન
Live TV
-
ફિલ્મ પ્રોડક્શન મેનેજમેન્ટ દ્વારા જુદા જુદા કોર્ષ તથા સ્ટુડિયોનું ઉદ્દઘાટન ફિલ્મ કલાકાર જંપીંગ જેક તરીકે જાણિતા જીતેન્દ્ર કપૂર દ્વારા કરવામાં આવ્યું હતું
ગુજરાતમાં ધીરે ધીરે ફિલ્મો પ્રત્યેનો લગાવ વધી રહ્યો છે, ત્યારે ફિલ્મના નિર્માણ, દૃશ્ય, શ્રાવ્ય મિક્ષીંગ જેવા ફિલ્મ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગોને વેગ આપવા તથા ગુજરાતી યુવાનોને ફિલ્મ ઉદ્યોગોમાં રોજગારી મળી રહે તે હેતુથી અમદાવાદમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન -AMA- ખાતે રૂપા અને આનંદ પંડીત સેન્ટર ફોર ફિલ્મ પ્રોડક્શન મેનેજમેન્ટ દ્વારા જુદા જુદા કોર્ષ તથા સ્ટુડિયોનું ઉદ્દઘાટન ફિલ્મ કલાકાર જંપીંગ જેક તરીકે જાણિતા જીતેન્દ્ર કપૂર દ્વારા કરવામાં આવ્યું હતું. આ અંગેની માહિતી આપતા આનંદ પંડિત અને મુકેશ પટેલે જણાવ્યું હતું કે, આ કોર્ષમાં ડિરેક્શન, ક્રિએટીવ રાઈટીંગ, સિનેમોટોગ્રાફી, એડિટિંગ વગેરે વિષયોને આવરી લેવામાં આવ્યા છે.