જયેશ રાદડિયા દ્વારા ખેડૂતોના પાકને બચાવવા સરકારમાં રજુઆત કરાઈ
Live TV
-
રાજકોટ જિલ્લાના ભાદર 1 ડેમમાંથી ખેડૂતોના પાકને બચાવવા માટે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા દ્વારા સરકારમાં રજુઆત કરવામાં આવી
રાજકોટ જિલ્લાના ભાદર 1 ડેમમાંથી ખેડૂતોના પાકને બચાવવા માટે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા દ્વારા સરકારમાં રજુઆત કરવામાં આવી હતી. ધોરાજી જેતપુર વિસ્તારમાં વરસાદ ખેંચાતા ભાદર 1 ની સાઈટ ખાતે એરિયાના સલાહકાર સમિતિના સભ્યોએ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાને રજુઆત કરેલ તેના અનુસંધાને મંત્રી જયેશ રાદડિયાએ સરકારને રજુઆત કરતા સરકાર દ્વારા ભાદર 1 ડેમમાંથી પાણી છોડવાનો નિણર્ય લેવામાં આવ્યો છે. આગામી 5 ઓક્ટોબર સુધીમાં તમામ ખેડૂતોના ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે અને હાલમાં જે કેનાલનું રીપેરીંગ કામ ચાલુ છે તે ટૂંક સમયમાં પૂર્ણ કરી ત્યાર બાદ સરકારની સૂચના મુજબ ભાદર 1 ડેમમાંથી પાણી છોડવામાં આવશે.