પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનો શુભારંભ થયો
Live TV
-
યુવાનોને રોજગારી મળી રહે એ હેતુથી ચાલી રહેલ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનો શુભારંભ સાંસદ નટુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો
યુવાનોને રોજગારી મળી રહે એ હેતુથી ચાલી રહેલ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત દાદરાનગર હવેલીના રખોલી ખાતે આવેલા મધુ ભોજરાજ ચનરાઈ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનો શુભારંભ સાંસદ નટુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. તેમણે સંબોધનમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના દ્વારા યુવાનોને ખાસ ટ્રેનિંગ આપવામાં આવશે ત્યારબાદ તેઓને સર્ટિફિકેટ આપવામાં આવશે જેના કારણે દેશ-વિદેશમાં આ સર્ટિફિકેટ દ્વારા તેમને નોકરીની તક મળી રહેશે. આ અવસરે નવા લાભાર્થીઓને કીટના વિતરણ બાદ ટ્રેનિંગ ક્લાસોનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ટ્રેનિંગ સેન્ટર પર ફીટર ફેબ્રીકેશન વેલ્ડીંગ હાઉસકિપિંગ આઈટીના કોર્ષની ટ્રેનિંગ આપવામાં આવશે. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રભારી રઘુનાથ કુલકર્ણી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.