મોડાસાની ઘાંચી એજ્યુકેશન ટ્રસ્ટમાં વિશાળ હોલનું ઉદ્ધાટન
Live TV
-
મોડાસા નગર પાલિકાના પ્રમુખ સુભાષ શાહ સહિત મોટી સંખ્યામાં વિવિધ સમાજના આગેવાનો વાલીઓ સહિત શાળાના શિક્ષકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા
બાળકોને ભણતરની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ થકી આગળ વધી શકે તે હેતુથી મોડાસાની ઘાંચી એજ્યુકેશન ટ્રસ્ટમાં વિશાળ હોલનું ઉદ્ધાટન કરવામાં આવ્યું,,, મોડાસા ઘાંચી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વિશાળ હોલ વિદ્યાર્થીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો, ઘાંચી એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ સિંકદર સુથાર અને ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા વિશાળ હોલને મહામહેનતે નિર્માણ કરાવ્યું છે,,, શાળાના વિદ્યાર્થીઓ કલ્ચરર એક્ટિવિટ, વક્તૃત્વ સ્પર્ધા, વાર્ષિકોત્સવ જેવા કાર્યક્રમો ઉજવી શકે તે હેતુથી હોલ આજે ખુલ્લો મુકવામાં આવ્યો હતો, આ પ્રસંગે મોડાસા નગર પાલિકાના પ્રમુખ સુભાષ શાહ સહિત મોટી સંખ્યામાં વિવિધ સમાજના આગેવાનો વાલીઓ સહિત શાળાના શિક્ષકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.