RSS દ્વારા "ભવિષ્યનું ભારત રાષ્ટ્રીય સ્વંય સેવક સંધનો દ્રષ્ટિકોણ"કાર્યક્રમનું આયોજન
Live TV
-
વિવિધ સંસ્થાઓના પ્રતિનીધીઓને આમંત્રણ
રાષ્ટ્રીય સ્વંય સેવક સંધ આરએસએસ દ્વારા આજથી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં "ભવિષ્યનું ભારત રાષ્ટ્રીય સ્વંય સેવક સંધનો દ્રષ્ટિકોણ" નામથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓના પ્રતિનીધીઓને આમંત્રણ આપવામાં આવ્યુ છે. જેથી વિવિધ વિષયો પર લોકોનો પરસ્પર સંવાદ થઇ શકે. દિલ્હીમાં થવા જઇ રહેલ ત્રણ દિવસીય આ વ્યાખ્યાન શૃંખલાને RSSના સરસંઘચાલક મોહન ભાગવત સંબોધિત કરશે. કાર્યક્રમમાં મોહન ભાગવત આરએસએસ સંગઠન અને તેની વિચારધારા , દેશની વર્તમાન સ્થિતી અને ભવિષ્યના મુદ્દે સંવાદ કરશે.