ગોધરામાં નવીન મામલતદાર કચેરીના ખાદકામ દરમિયાન પૌરાણિક કાળના અવશેષો મળી આવ્યા
Live TV
-
કેટલાક સ્તંભના અવશેષો પણ મળી આવ્યા
ગોધરાની જૂની મામલતદાર કચેરી નજીક, નિર્માણાધીન નવીન મામલતદાર કચેરીના ખાદકામ દરમિયાન પૌરાણિક કાળના અમુક અવશેષો મળી આવ્યા છે. મામલતદાર કચેરીના નવા ભવનના પાયા ખોદાતી વખતે પૌરાણીક સમયના કલાત્મક કોતરણી ધરાવતા અવશેષો મળી આવ્યા છે. આ સાથે કેટલાક સ્તંભના અવશેષો પણ મળી આવ્યા છે. અવશેષો મળ્યાની જાણ તાત્કાલિક ધોરણે પુરાતત્વ વિભાગને કરવામાં આવી હતી. ત્યારબાદ પુરાતત્વ વિભાગના અધિકારીઓ સાઈટ પર દોડી આવ્યા હતા. અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. આ વિસ્તારમાં પુરાતત્વ વિભાગ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત મળી આવેલા અવશેષો કયા કાળના છે, કઈ સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવે છે વગેરેની માહિતી પુરાતત્વ વિભાગ દ્વારા મેળવવામાં આવી રહી છે.