મેશ્વો ડેમ છલોછલ ભરાઈ જતા મોડાસા તાલુકાના કચ્છી પટેલ સમાજ દ્વારા પાણીના વધામણાં કર્યા
Live TV
-
શામળાજી ખાતે આવેલા મેશ્વો ડેમ છલોછલ ભરાઈ જતા મોડાસા તાલુકાના કચ્છી પટેલ સમાજ દ્વારા પાણીના વધામણાં કરવામાં આવ્યા
શામળાજી ખાતે આવેલા મેશ્વો ડેમ છલોછલ ભરાઈ જતા મોડાસા તાલુકાના કચ્છી પટેલ સમાજ દ્વારા પાણીના વધામણાં કરવામાં આવ્યા હતા. તેમજ બારે માસ પાણી મળી રહે તે માટે પૂજન પણ કરવામાં આવ્યું હતું. ઉપરવાસમાં વરસાદ સારો થતા મેશ્વો ડેમ સો ટકા પાણીથી ભરાઈ ગયો છે. આ ડેમના પાણીથી ભિલોડા અને મોડાસા તાલુકાના અંદાજે ત્રીસ કિલોમીટર સુધીના ગામડાઓમાં સિંચાઈ માટે પાણી મળી રહેશે. ઉલ્લેખનીય છે કે છેલ્લે 2012માં આ ડેમ સો ટકા પાણીથી ભરાઈ ગયો હતો. જ્યારથી આ ડેમનું નિર્માણ થયું ત્યારથી જ અહીં દર વર્ષે નવા નીરના વધામણાં કરવામાં આવે છે.