દીવમાં મિડલ અને હાઇસ્કૂલમાં ચિત્ર સ્પર્ધા તેમજ સ્લોગન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
Live TV
-
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં ભારતીય વિમાન વિભાગ નાગવા એરપોર્ટ દ્વારા મિડલ અને હાઇસ્કૂલમાં ચિત્ર સ્પર્ધા તેમજ સ્લોગન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં ભારતીય વિમાન વિભાગ નાગવા એરપોર્ટ દ્વારા મિડલ અને હાઇસ્કૂલમાં ચિત્ર સ્પર્ધા તેમજ સ્લોગન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 38 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. બાળકોએ ખુબ સરસ રીતે સ્વચ્છતા અભિયાન વિષય ઉપર ચિત્રો બનાવ્યા હતા અને સ્લોગન લખ્યા હતા. આ કાર્યક્રમનો શુભારંભ બીકે મંડલ એરપોર્ટ વિભાગ દીવ ના નિર્દેશક દ્વારા કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં એરપોર્ટ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ શિક્ષા અભિયાનના માનસિંગ બામણીયા શાળાના આચાર્ય નરેન્દ્ર બામણીયા અને શાળાના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા