રાજકોટના રાજવી મનોહરસિંહ જાડેજાનું 83 વર્ષની ઉંમરે નિધન
Live TV
-
રાજકોટના રાજવી મનોહરસિંહ જાડેજાનું 83 વર્ષની ઉંમરે નિધન થયું છે-આજે જાહેર જનતાના દર્શન માટે મનોહરસિંહ જાડેજાના પાર્થિવદેહને રાખવામાં આવશે.
રાજકોટના રાજવી મનોહર સિંહ જાડેજાના નિધન બાદ આજે તેમનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે તેમનું નિધન 83 વર્ષની ઉંમરે થયું હતું. મનોહરસિંહ જાડેજાના પાર્થિવદેહને જાહેર જનતાના દર્શન માટે રાખવામાં આવ્યો હતો. અને ત્યારબાદ ચાંદીના રથમાં તલવાર સાથે રણજિત વિલાસ પેલેસ ખાતે 9 ગનની સલામી આપી અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ હાજરી આપી હતી અને મનોહરસિંહ જાડેજાને શ્રદ્ધાજંલિ અર્પણ કરી હતી. દાદાના હૂલામણા નામથી જાણિતા મનોહરસિંહના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ આપી છે. પ્રજા પ્રિય રાજવી મનોહર સિંહ પ્રદ્યુમન સિંહ જાડેજાનો જન્મ 18 નવેમ્બર 1935માં થયો હતો. તેમણે સૌરાષ્ટ્ર રણજી ક્રિકેટ ટીમની આગેવાની પણ કરી હતી.