દીવમાં પ્રશાસન દ્વારા વર્લ્ડ ટુરિઝમ ડે ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
Live TV
-
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમા દીવ પ્રશાસન દ્વારા વર્લ્ડ ટુરિઝમ ડે ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ફેસ્ટિવલનું દીવ ટુરિઝમ અને બાલ ભવન બોર્ડ દ્વારા સયુંકત રીતે આયોજન કરવામાં આવ્યું હતું.
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમા દીવ પ્રશાસન દ્વારા વર્લ્ડ ટુરિઝમ ડે ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ફેસ્ટિવલનું દીવ ટુરિઝમ અને બાલ ભવન બોર્ડ દ્વારા સયુંકત રીતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહારથી કલાકારો પણ આવ્યા હતા. જેમાં ધ લેન્ડ ઓફ સેવન સિસ્ટર્સના નામે જાણીતા તમામ રાજ્ય ના કુલ 150 કલાકારો દીવ આવ્યા હતા. જેઓના ભવ્ય લોકનૃત્ય અને ગીત સંગીતથી દીવ ની જનતા અને પર્યટકો ખુશ થઈ ગયા હતા. પ્રોગ્રામ દરમિયાન બેટી બચાવો બેટી પઢાવો આંદોલન હેઠળ બધાને બેટી બચાવો બેટી પઢાવોની પ્રતિજ્ઞા લેવડાવી હતી. દીવ પ્રશાસન દ્વારા પ્રોગ્રામમાં ઓટોગ્રાફ બોર્ડ પણ મુકવામાં આવ્યા હતા. જેમાં કલેકટર હેમંત કુમાર ડેપ્યુટી કલેકટર અપૂર્વા શર્મા ડીવાયએસપી વિપુલ અનેકાન્તે ઓટોગ્રાફ આપ્યા હતા અને બેટીઓ માટે પોતાના વિચારો બોર્ડ પર લખ્યા હતા.