જામનગર ખાતે એરફોર્સ દિવસ અને સર્જિકલ સ્ટ્રાઇકની સંયુક્ત ઉજવણીમાં સ્ટેટિક ડિસ્પ્લેનું ભવ્ય આયોજન કરાયું
Live TV
-
જામનગર સ્થિત ભારતીય વાયુ સેના દ્વારા એરફોર્સ દિવસ તેમજ સર્જિકલ સ્ટ્રાઇકની સંયુક્ત ઉજવણીના ભાગ રૂપે જામનગર એરફોર્સ ખાતે સ્ટેટિક ડિસ્પ્લેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
જામનગર સ્થિત ભારતીય વાયુ સેના દ્વારા એરફોર્સ દિવસ તેમજ સર્જિકલ સ્ટ્રાઇકની સંયુક્ત ઉજવણીના ભાગ રૂપે જામનગર એરફોર્સ ખાતે સ્ટેટિક ડિસ્પ્લેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેટિક ડિસ્પ્લેને જામનગરના એ.ઓ.સી. વી. એમ. રેડ્ડી દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જ્યારે ડિસ્પ્લે દરમિયાન એરફોર્સના મિગ અને જગુઆર ફાઈટર પ્લેન તેમજ ચેતક તથા વી. ફાઇવ હેલિકોપ્ટર ઉપરાંત રોકેટ લોન્ચર અને આગ લાગે તો ફાયર દ્વારા બુઝાવાની કામગીરી સહિતના વિવિધ નિદર્શનો અને હથિયારોના પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જેને નિહાળવા માટે જામનગરની વિવિધ શાળા તેમજ કોલેજોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ વાયુ સેના દ્વારા કરવામાં આવેલા આ નિદર્શનને લઈને સેનામાં જોડાવા માટેની હાકલ કરી હતી.