ભાજપા દ્વારા અમદાવાદના દરેક શહિદ સ્મારક પર જઈને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો
Live TV
-
સર્જીકલ સ્ટ્રાઈકને બે વર્ષ પુરા થયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદના દરેક શહિદ સ્મારક પર જઈને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
સર્જીકલ સ્ટ્રાઈકને બે વર્ષ પુરા થયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદના દરેક શહિદ સ્મારક પર જઈને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં પાલડી વાસણાએલિસબ્રિજ જેવા વિવિધ વિસ્તારોમાં આવેલ શહિદ સ્મારકોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વાસણા ખાતે આવેલ શહીદ નિલેશ સોની ની પ્રતિમાને કોર્પોરેશનના કર્મચારી નગરજનો તથા મેયરશ્રી બીજલ પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલી પાઠવી હતી. મેયર બીજલ પટેલે જણાવ્યું હતું કે આવનાર દિવસોમાં અમદાવાદમાં આવેલ તમામ શહિદ સ્મારકો પર 15 મી ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના રોજ રોશની કરવામાં આવશે. વાસણા ખાતે કેપ્ટન શહિદ નિલેષ સોનીના પરિજનો દ્વારા દેશના શહીદોને યાદ કરવામાં આવ્યા હતા અને તેમની શહાદતથી ગર્વ અનુભવ્યો હતો.