કચ્છ જિલ્લમાં આવેલા દસ હજાર તળાવોને પુનઃજીવીત કઈ રીતે કરવા તે મુદ્દે મનોમંથન
Live TV
-
કચ્છ યુનિવર્સીટી ખાતે જિલ્લાની વિવિધ સંસ્થાઓના ઉપક્રમે આપણા તળાવો આપણી સંસ્કૃતિના નામે એક સેમિનાર યોજાઈ ગયો
કચ્છ યુનિવર્સીટી ખાતે જિલ્લાની વિવિધ સંસ્થાઓના ઉપક્રમે આપણા તળાવો આપણી સંસ્કૃતિના નામે એક સેમિનાર યોજાઈ ગયો. કચ્છમાં અછતની સ્થિતિ પ્રવર્તી રહી છે તેવામાં સેમિનારમાં કચ્છ જિલ્લમાં આવેલા દસ હજાર તળાવોને પુનઃજીવીત કઈ રીતે કરવા તે મુદ્દે મનોમંથન થયું હતું. કચ્છ જિલ્લો માત્ર નર્મદા જળ આધારિતના બની રહે અને પરંપરાગત જળસ્ત્રોત પુનઃજીવીત થાય તે દિશામાં સેમિનારમાં મનોમંથન થયું હતું. સેમિનારમાં જળ સાથી જળસ્ત્રોત સ્નેહ સંવર્ધન સેતુ પરબ સહિતની સંસ્થાઓએ ભાગ લીધો હતો. સેમિનારમાં ગામડા તાલુકાના આગેવાનોને જળ સંચયની કામગીરી સંબંધે માર્ગદર્શન પણ અપાયું હતું.