મહીસાગર જિલ્લાની લુણાવાડા નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
Live TV
-
મહીસાગર જિલ્લાની લુણાવાડા નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ ગયો.
મહીસાગર જિલ્લાની લુણાવાડા નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ ગયો. લાભાર્થીઓએ મોટી સંખ્યામાં કાર્યક્રમનો લાભ લીધો હતો. વહીવટી પારદર્શકતા વધે અને વ્યક્તિગત રજૂઆતો પર વહીવટી તંત્ર ધ્યાન આપી શકે તે હેતુસર રાજ્ય ભરમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન થતું રહે છે. આ પ્રસંગે લાભાર્થીઓને આવક જાતિ ડોમિસાઈલ સહિતના દાખલા અથવા ઉપરાંત આઘારકાર્ડ અને ચૂંટણી કાર્ડ સંબંધી કાર્યવાહી પણ કરવામાં આવી હતી. રાજ્ય સરકારની વિવિધ કલ્યાણ લક્ષી યોજનાઓ માટે અરજીઓના સ્વીકાર અને નિકાળતી કામગીરી પણ ધરવામાં આવી હતી. તેમાં મા અમૃતમ્ યોજના વાત્સલ્ય કાર્ડ દિવ્યાંગતા પ્રમાણપત્ર સ્કોલરશીપ વગેરે યોજનાઓનો સમાવેશ થતો હતો.