ગઢડા ટાટમ સ્વામિનારાયણ મંદિર દ્વારા લોકોને છાશનું વિતરણ કરાયું
Live TV
-
ગઢડાના ટાટમ સ્વામિનારાયણ ઘીયા ગુરુકુળ ખાતે ઉનાળામાં છાશનું મફત વિતરણ કરવામાં આવી રહ્યું છે. લોકો ઉનાળામાં ખાસ કરીને છાશ પીવાનું વધારે પસદ કરે છે. ત્યારે આ ગુરુકુળના ફ્રી છાશ કેન્દ્રનો આજુબાજુના ગામડાના ૧૫૦ જેટલા પરિવારના એક હજાર કરતા વધારે લોકો મફત છાશનો લાભ લઈ રહ્યા છે.
છાશ લેવા માટે રોજ વહેલી સવારે બાળકો ,મહિલાઓ અને પુરુષો આવી જાય છે.અહી ગુરુકુળમાં રહેલી ગાયોના દૂધમાંથી જ છાશ બનાવવામાં આવે છે. કોઈ દિવસ છાશ ખૂટી જાય તો વેચાતી છાશ લાવીને પણ લોકોને આપવામાં આવે છે. અહિં આવતા લોકો પણ આ સેવા ને બિરદાવે છે.