22મી ઓગસ્ટે હિંમતનગર ખાતે લશ્કરી ભરતી મેળાનું આયોજન
Live TV
-
મોટી સંખ્યામાં લોકો જોડાય તેવા રાજ્ય સરકારના પ્રયાસ
આગામી 22મી ઓગસ્ટે હિંમતનગર ખાતે લશ્કરી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના યુવાનો આ આર્મી ભરતી મેળામાં મહત્તમ સંખ્યામાં જોડાય તેવા રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે. આ માટે રાજ્યના દરેક જિલ્લામાં લશ્કરી ભરતી પૂર્વેની તાલીમ યુવાનોને આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં પણ લશ્કરી ભરતી પૂર્વેનાં તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યુવાનોને રહેવા, જમવા અને અભ્યાસ સાથેની સુવિધા રાજ્ય સરકાર દ્વારા નિઃશુલ્ક આપવામાં આવે છે. તેમ મદદનીશ નિયામક એસ.આર. વિજયવર્ગીયે જણાવ્યું હતું.