જનઔષધિ સ્ટોરને લોકોએ આપ્યો સફળ પ્રતિસાદ
Live TV
-
દવાઓ બજારમાં મળતી દવાઓ કરતા 80 થયો 90 ટાકા સસ્તી હોવાનું અત્રે પુરવાર થયું છે.
નરેન્દ્રમોદીની સરકાર દ્વારા સામાન્ય માનવીની તબીબીને લગતી પ્રાથમિક જરૂરિયાત એવી મેડિકલ સ્ટોરની ડોકટરો દ્વારા લખવમાં આવેલ દવામાં લેવાતા બેફામ ભાવ બાબતે સંવેદના દાખવી ઠેર ઠેર જનઔષધી જિનરીક સ્ટોર ખોલી અત્યન્ત સસ્તી દવા વેચવાનું શરૂ કરાવી દેવાની શરૂઆત કરવામાં આવી છે. જેનો સીધો ફાયદો દર્દીઓને મળી રહ્યો છે. દવાઓ બજારમાં મળતી દવાઓ કરતા 80 થયો 90 ટાકા સસ્તી હોવાનું અત્રે પુરવાર થયું છે.
દવાઓમાં બેફામ ભાવ વધારાને કારણે હ્ર્દય રોગ, બ્લડપ્રેશર, ડાયાબીટીશ જેવી રોજે રોજ લેવી પડતી દવાઓને પગલે સામાન્ય માનવીનું બજેટ ખોળવાઈ જતું હોય છે. પરંતુ જીવન ટકાવવા આજીવન લેવી પડતી દવાઓ વગર જીવવું કઠિન હોય છે. ત્યારે મોદી સરકારના ધ્યાને આવતા ભારત ભરમાં જેનરીક મેડિકલ સ્ટોર ખોલવાની પહેલ કરતા આજીવન દવા ખાનારાઓને અત્યંત સસ્તી દવાઓ મળતા અંતર થી આશીર્વાદ મળી રહ્યા છે.
સામાન્ય મેડિકલ સ્ટોર માંથી ખરીદવામાં આવતી દવાઓને કારણે મધ્યમ વર્ગીય કુટુંબનું આર્થિક બજેટ ખોળવાવા છતાં દવા લેવી આવશ્યક હોય કોઈ પણ ભોગે દવા ખરીદવી જ પડતી હતી. ત્યારે સરકાર દ્વારા શરૂ કરાયેલા જન ઔષધિ દવાના સ્ટોર આશીર્વાદ સમાન પુરવાર થયા છે. તો અન્ય તરસાડી ગામના એક જન ઔષધિ મેડિકલ સ્ટોરમાં પોતાની તથા પોતાના પિતાજીની બ્લડપ્રેશરની દવા ખરીદતા તરસાડીના હરદીપ સિંહ ઠાકોરનો અનુભવ જાણવા જેવો છે.