ધ્રાંગધ્રામાં યોજાયો એપ્રેન્ટીસ ભરતી મેળો
Live TV
-
700થી પણ વધુ ઉમેદવારોએ લીધો મેળામાં ભાગ.
રાજ્ય સરકાર દ્વારા લોકોને રોજગારી મળી રહે તે હેતુથી વિવિધ મેળાનું આયોજન થતું હોય છે. તે અંતગર્ત સુરેન્દ્રનગર જિલ્લા ઉદ્યોગકેન્દ્ર, આઈ.ટી.આઈ. સુરેન્દ્રનગર તેમજ રોજગાર કચેરી દ્વારા ધ્રાંગધ્રામાં આવેલ આઈ.ટી.આઈ. માં એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યો હતો. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની પ્રાઈવેટ કંપનીના અધિકારી ઓ મેળામાં હાજર રહ્યા હતા. પોતાની કંપનીમાં કેવા ઉમેદવાર જોઈએ છે અને તે માટે સરકાર દ્વારા એક મોટું પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ મેળાના આયોજનથી કંપનીને પણ ફાયદો થાય છે. તો તેની સાથે ઉમેદવારોને પણ ફાયદો છે. જેમાં કંપની ઉમેદવારોને ચોઈસ કરી શકે અને ઉમેદવારો પણ કંપની ચોઈસ કરી શકે. જેમાં ટાઇમ બચે અને ભાડું પણ બચે આમ એક જ સ્થળ ઉપર ઉમેદવારો ચોઈસ ની કંપનીમાં નોકરી મેળવી શકે છે. સાથે કંપની પણ સારા વ્યક્તિની પસંદગી કરીને રોજગારી આપી શકે છે. મેળામાં જિલ્લાની બાવીસથી વધુ એકમોના અધિકારી હાજર રહ્યા હતા. સાથે જી.એન.એફ. સી, કંપની,ફોર્ડ કંપની, કેમિકલ વર્કસ, કેડીલા કંપની,જેવી નામાંકિત એકમોના અધિકારી હાજર રહ્યા હતા. જ્યારે 700 જેટલા એપ્રેન્ટીસ ઉમેદવારો હાજર રહ્યા હતા.આ મેળામાં સુપરવાઈઝર, સ્ટોર કીપર, મશીન ઓપરેટર, કોમ્યુટર ઓપરેટર, આઈ.ટી.આઈ. સ્નાતક , જેવી વિવધ પોસ્ટ માટે નોકરી હતી. જેમાં લોકો મોટી સંખ્યામાં આવેલ અને લાયકાત હોય તે લોકોને નોકરી મળી હતી. આ નોકરી કરાર આધારિત હોય છે. જે એક વર્ષ સુધી ચાલે છે. ત્યારબાદ કંપની અને ઉમેદવારને મંજુર હોય તો આ કરાર લંબાવી શકાય છે આ મેળા થી લોકો ખુશ હતા. અને સરકાર દ્વારા આ આયોજન થયું તે સારું છે જ્યાં અમને ઘણો ફાયદો પણ છે.