જીવન માટે જળનો આ દશકોઃ હવે તો જળસંચય એ જ ઉપાય
Live TV
-
એસ.કે.પટેલ યુનિવર્સીટીની દિવાલ પર જળનું મહત્વ સમજાવાતા ચિત્રો દોરાયા.
જળ જમીન જંગલ અને પર્યાવરણની જાળવણી સંરક્ષણ અને સંવર્ધન બાબતે માત્ર સરકાર એકલે હાથે જ આ બધું કરી દેશે એવી વધુ પડતી અપેક્ષાવાદી માનસિકતામાંથી લોકોએ બહાર આવવું જરૂરી છે. રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ દ્વારા પાણીપ્રશ્ન ઉકેલવાના પ્રયાસો તો કરે છે,પરંતુ એ પૂરતું નથી. લોકોએ સમુદાયોએ સમાજે અને દરેક નાગરિકે પાણીનો પ્રશ્ન હલ કરવાના કાર્યમાં સહયોગી બનવું જરૂરી છે તેમ એસ.,કે.પટેલ યુનિના પ્રમુખ પ્રકાશ પટેલે જણાવ્યું હતું
રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળસંચય મહાઅભિયાન હાથ ધર્યું છે જેમાં શૈક્ષણિક સંસ્થાઓ પણ સહયોગી બની છે. એસ.કે.પટેલ યુનિ દ્વારા યુનીની દિવાલો પર ૪૭ થી વધુ જળસંચય, અને તેનું મહત્વ સમજાવાતા ચિત્રો દોરાયા છે. એસ.કે.પટેલ યુનિએ તેના સ્થાપના દિવસે વોલ પેઇન્ટીંગ કોમ્પિટીશન રાખી હતી.જેમાં સ્પર્ધકોને ઇનામ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા
એસ.કે.યુનિ વિસનગરના પ્રમુખે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના આ મહાઅભિયાનમાં લોકોમાં જળ વિશે જાગૃતિ આવે તે માટે સરાહનીય પ્રયાસ વિશ્વ વિધાલય દ્વારા કરવામાં આવ્યો છે. મેઇન રોડ ઉપર આવેલ દિવાલ પર ચિત્રકામ થવાના કારણે લોકોમાં આમાંથી પ્રેરણા મેળવે છે.
જળક્રાંતિ લોકસમુદાયો-સમાજમાંથી જ જન્મે તો જળઅભિયાન ખરા અર્થમાં સાર્થક બને. વિસનગર યુનિ દ્વારા થયેલ આ પ્રકારની કામગીરી અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની છે.