ભારતીય રેલવેની ક્લીન ઉર્જા ડ્રાઈવ - આસામનું ગુવાહાટી દેશનું પ્રથમ સૌર ઉર્જા સંચાલિત રેલવે સ્ટેશન બન્યું
Live TV
-
આગામી 7 વર્ષોમાં 25 ટકા વીજ જરૂરિયાતો ગ્રીન ઉર્જાથી પૂરી કરવાનો લક્ષ્યાંક
આસામનું ગુવાહાટી રેલવે સ્ટેશન દેશનું પ્રથમ સૌર ઉર્જા સંચાલિત રેલવે સ્ટેશન બની ગયુ છે..ગુવાહાટી રેલવે સ્ટેશનની છત ઉપર સોલાર પેનલ લગાવાઈ છે..700 કિલોવોટના પ્લાન્ટથી સ્ટેશન, કોચ ડેપો અને રેલવે કોલોનીને વીજળી મળશે..તેનાથી વાર્ષિક 67.7 લાખ રૂપિયાની બચત થશે..આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ 6 કરોડનો ખર્ચ થયો હોવાનો અંદાજ છે..ભારતીય રેલવેએ આગામી 2025 સુધીમાં તેની કુલ વીજ જરૂરિયાતોનું 25 ટકા ગ્રીન ઉર્જાથી પૂરી કરવાનું નક્કી કર્યુ છે..આ યોજનાથી રેલવેના 8 હજાર કરોડની બચત થશે..