લોકગાયક હેમંત ચૌહાણને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ યુ.કે. દ્વારા " વર્લ્ડરેકોર્ડ" એવોર્ડ
Live TV
-
હેમંત ચૌહાણને 8 હજારથી વધુ ભક્તિગીતો ગાવા બદલ અપાયો એવોર્ડ
ગુજરાતના ખ્યાતનામ ભજનિક અને ઉચ્ચ કોટીના લોકગાયક હેમંત ચૌહાણને 8 હજારથી વધુ ભક્તિગીતો ગાવા બદલ તાજેતરમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ યુ.કે. દ્વારા " વર્લ્ડરેકોર્ડ" એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતી ભજન અને સંતવાણીના અનેક આલ્બમોમાં હેમંત ચૌહાણે પોતાનો સ્વર આપ્યો છે. ઉપરાંત ગરબામાં સેંકડો આલ્મબોમાં પણ તેઓનો સ્વર છે. સ્પષ્ટ ઉચ્ચારણ સાથે શ્રોતાને શબ્દે શબ્દ સંભળાય તે રીતે ગાતા હેમંતભાઈને તાજેતરમાં રાજકોટમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો